Get The App

વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના સુભાનપુરા વિસ્તારના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ઓફિસો ખાલી કરાવી 1 - image

Vadodara Fire : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે સવારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગતા ધુમાડા થવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં દુકાનો તેમજ ઓફિસો આવેલી છે. આજે સવારે પહેલા મારે આવેલી ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માડયા હતા. 

દુકાનો તેમજ અન્ય ઓફિસોમાં પણ ધુમાડા ફેલાતા લોકો ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ કરતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમો દોડી આવી હતી અને આગ બુજાવવા કામગીરી કરી હતી. 

પોલીસ પણ મદદમાં આવી હતી અને કેટલીક ઓફિસમાંથી લોકોને બહાર પણ કાઢવામાં આવ્યા હતા. એક કલાકની કામગીરી દરમિયાન આગ લગભગ કાબુમાં આવી ગઈ હતી અને આ દરમિયાન કોઈ જાનહાની પણ થવા પામી નથી.