વડોદરા શહેરના કલ્યાણ નગરના એફોર્ડેબલ હાઉસિંગના મકાનો ભાડે આપી દેતા તંત્ર દ્વારા માલિકોને નોટિસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરમાં બનેલા સરકારી આવાસો મકાન માલિકો દ્વારા ભાડે અપાતા તંત્ર દ્વારા કરાયેલા ચેકિંગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાડે અપાયેલા મકાન માલિકોને તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ફતેગંજ કલ્યાણ નગર વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા એફોર્ડેબલ મકાનો બનાવવામાં આવ્યા હતા. કેટલાક લોકો આવા મકાનોમાં રોકાણ કરીને ભાડેથી આપી દેતા હોવાની જાણ પાલિકા તંત્રને થઈ હતી. પરિણામે આ વિસ્તારમાં આજે પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ સાથે આ મકાનો ખાતે સઘન ચેકિંગ શરૂ કરાયું હતું. પરિણામે સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તંત્રની તપાસ દરમિયાન ભાડેથી અપાયેલા કેટલાક મકાનોના માલિકોને નોટીસો આપીને જવાબ માગવામાં આવ્યો છે.








