Ahmedabad News : અમદાવાદના ભાડજ ખાતે હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભુને 108 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે.
ભાડજ હરેકૃષ્ણ મંદિરે નિત્યાનંદ ત્રિયોદશીની ભવ્ય ઉજવણી
હરેકૃષ્ણ મંદિર-ભાડજ ખાતે ભગવાનને ખાસ અભિષેક અર્પણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નિત્યાનંદ પ્રભુની કિર્તીનું મહતા દર્શાવતી આરતી સુંદર રીતે કરવામાં આવી હતી. ભગવાનને સુંગધીધાર નિર્મળ જળથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. તેમજ ચંદનના તેલથી માલીશ કરવામાં આવી હતી.
માલીશ કર્યા પછી ભગવાનને પંચગવ્યા જે દૂધ, દહીં, ઘી, મધ અને મીઠા પાણીનું મિશ્રણ છે તેનાથી સ્નાન, 108 કળશ દ્વારા અભિષેક અને 108 પ્રકારના વિવિધ પકવાનનો ભોગ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો.






