For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતના કઠોરના કટ્ટરવાદી મૌલવીની NIA અને IB એ પુછપરછ શરૂ કરી

હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે સાથે રાખી કઠોર તેના ઘરે જઈ સર્ચ કર્યું

તેની સાથે કોણ કોણ સામેલ છે તે દિશામાં વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે

Updated: May 6th, 2024

સુરતના કઠોરના કટ્ટરવાદી મૌલવીની NIA અને IB એ પુછપરછ શરૂ કરી

- હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે સાથે રાખી કઠોર તેના ઘરે જઈ સર્ચ કર્યું 

- તેની સાથે કોણ કોણ સામેલ છે તે દિશામાં વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે

સુરત, : હિન્દુ નેતાઓને મારી નાખવા ધમકી આપનાર કઠોરના કટ્ટરવાદી મૌલવીની એનઆઈએ અને આઈબીએ પુછપરછ શરૂ કરી છે.તેની સાથે કોણ કોણ સામેલ છે તે દિશામાં વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે.ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચે મૌલવીને સાથે રાખી કઠોર તેના ઘરે જઈ સર્ચ કર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવા પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ સાથે વર્ચ્યુઅલ નંબર મારફતે સંપર્કમાં રહી કાવતરું ઘડનાર કામરેજના કઠોર ગામના કટ્ટરવાદી મૌલવીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ભરીમાતા ફૂલવાડી રોડ ખાતેથી ઝડપી લીધો હતો.મૌલવી છેલ્લા દોઢ વર્ષથી પાકિસ્તાન અને નેપાળના બે વ્યક્તિ ઉપરાંત અન્ય લોકો સાથે સંપર્કમાં રહી ભારતના રાષ્ટ્રધ્વજ, હિન્દુ ધર્મ અને દેવીદેવતાઓ અંગે અભદ્ર ટીપ્પણી કરી કટ્ટરવાદી વિચારધારાને ફેલાવતો હતો.ક્રાઈમ બ્રાન્ચે તેના 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી હતી.

Article Content Image

દરમિયાન, મૌલવીના તાર પાકિસ્તાન અને નેપાળમાં બેસેલા અને ભારત વિરુદ્ધ આતંકી ષડયંત્ર ઘડનારાઓ સાથે જોડાયેલા હોય આજે બપોરથી મૌલવીની એનઆઈએ અને આઈબીએ પુછપરછ શરૂ કરી છે.તેની સાથે કોણ કોણ સામેલ છે તે દિશામાં વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે.ઉપરાંત, ક્રાઈમ બ્રાન્ચ મૌલવીને લઈ કઠોર પહોંચી હતી અને તેને સાથે રાખી ઘરે સર્ચ કર્યું હતું.વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.

Gujarat