Gujarat

મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ

By GS TEAM
11 Mar 20261 min read
મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીના માર્ગ પર રૂ. 36 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ

- 90 વોટની ક્ષમતા ધરાવતી 90 એલઈડી ઇન્સ્ટોલ

- લાંબા સમયની રજૂઆત બાદ સુવિધા ઉપલબ્ધ થતા નડિયાદ મનપાના રહીશોમાં આનંદની લાગણી 

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મરીડા ભાગોળથી મરીડા રિંગ રોડ સુધીના મહત્વના માર્ગ પર નવી આધુનિક સ્ટ્રીટ લાઈટો લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લાંબા સમયની રજૂઆત બાદ આ સુવિધા ઉપલબ્ધ થતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

આ વિકાસલક્ષી પ્રોજેક્ટ હેઠળ સમગ્ર માર્ગ પર ૯ મીટરની ઊંચાઈ ધરાવતા ૭૦ ગેલ્વેનાઈઝ ઓક્ટાગોનલ પોલ ઊભા કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખાના વડાના જણાવ્યા અનુસાર,  ઉર્જાની બચત અને વધુ સારા પ્રકાશ માટે ૯૦ વોટની ક્ષમતા ધરાવતી ૯૦ એલઈડી લાઈટો ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ લાઈટોના ઓટોમેટિક સંચાલન માટે ટાઈમર સિસ્ટમ સાથેના ૨ કંટ્રોલ યુનિટ પણ મૂકવામાં આવ્યા છે, જેનાથી નિર્ધારિત સમયે લાઈટો આપમેળે ચાલુ અને બંધ થઈ જશે. ૩૬.૨૯ લાખના ખર્ચે થયેલી આ કામગીરીથી રાત્રિના સમયે સુરક્ષામાં વધારો થશે.