Gujarat
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૭૯૦ કરોડના લક્ષ્યાંક સામે રૂ. ૬૯૬ કરોડ વેરાની વસુલાત
By GS TEAM
12 Mar 20261 min read

મ્યુનિ. કોર્પોરેશન દ્વારાચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે મિલકત વેરા અને વ્યવસાય વેરાની વસુલાત માટે કામગીરી હાથ ધરાઈ છે.
રૂ. ૭૯૦ કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધી કુલ રૂ. ૬૯૬ કરોડની વેરા વસુલાત નોંધાઈ છે. બાકી રહેલા વેરાની વસુલાત માટે શહેરના તમામ ૧૯ વોર્ડમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે દરરોજસરેરાશ ૮૦૦ જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યાર સુધી ૪૫ હજાર બિન રહેણાંક મિલકતોને વેરા વસુલાત માટે સીલ કરવામાં આવી છે.
તે ઉપરાંત ૮૪ હજાર રહેણાંક મિલક્તોને વેરો ભરવા અંગે નોટિસો આપી છે. તેમજ અંદાજે ૧૨૦ જેટલી રહેણાંક મિલકતોના બાકી વેરાની વસુલાત માટે તેમના પાણીના કનેક્શન કાપવામાં આવ્યા છે. આ દરમિયાન વોર્ડ નં. ૧૪માં બાકી વેરો ન ભરનાર કુલ ૯૭ બિન રહેણાંક મિલકતોને સીલ કરી છે.








