Gujarat

મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવતા માતા - પુત્રી ઝડપાયા

By GS TEAM
14 Nov 20251 min read
મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવતા માતા - પુત્રી ઝડપાયા

વડોદરા,મધ્યપ્રદેશથી વિદેશી દારૃ લાવનાર માતા,પુત્રીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૩.૫૭ લાખનો દારૃ કબજે કરી  ચારની ધરપકડ કરી છે.

રણોલી ગણેશ નગરમાં રહેતા વિજય ભગવાનભાઇ પરમારે વિદેશી દારૃનો જથ્થો પત્ની પાયલ તથા સાસુ  ગૌરીબેન મારફતે એમ.પી.થી મંગાવ્યો છે. માતા અને દીકરી દારૃનો જથ્થો  રિક્ષામાં લઇને રણોલી આવવાની છે. તેમજ વિજય મોપેડ પર પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી પી.સી.બી. પોલીસને મળી  હતી. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવી હતી. વિજય ભાગી ગયો હતો. જ્યારે ગૌરીબેન તુફાનભાઇ ભાભોર (રહે.રણોલી ગામ ભગવાન પાર્ક  સામેના બાબુભાઇ પટેલના ખુલ્લા ખેતરમાં) (૨) પાયલ વિજયભાઇ  પરમાર (રહે. ગણેશ નગર, રણોલી), રિક્ષા ચાલક (૩) હિતેશકુમાર શાંતિલાલ પાટણવાડિયા (રહે. ગોકુલ નગર, ગોત્રી) તથા (૪) બળદેવભાઇ નરસિંહભાઇ ગોહિલ (રહે. વુડાના મકાનમાં, ગદાપુરા, વડોદરા)ને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે દારૃની ૧,૨૧૯ બોટલ કિંમત રૃપિયા ૩.૫૭ લાખ, બે મોબાઇલ, બે રિક્ષા, એક મોપેડ સહિત ૫.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.