સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં ૮૦૦થી વધુ બેઠકો ઘટશે

અમદાવાદ,
આગામી
શૈક્ષણિક વર્ષે સરકાર દ્વારા જ્યાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીમાં
કોલેજોમાં ૧૫૦૦ જેટલી બેઠકો નવી ઉભરતી બ્રાંચોમાં વધારવામા આવનાર છે ત્યારે જે
સરકારી કોલેજોમાં જુની બ્રાંચોની બેઠકો ભરાતી નથી તેમાં ઘટાડો પણ કરવામા આવનાર
છે.સરકારી ડિગ્રી ઈજનેરીની અને ડિપ્લોમા ઈજનેરીની ૨૨ જેટલી કોલેજોમાં ૮૦૦થી વધુ
બેઠકો ઘટાડવામા આવશે.
ડિગ્રી
ઈજનેરીમાં દાહોદ સરકારી કોલેજમાં મિકેનિકલ ૩૦,સિવિલની ૩૦,મોડાસની કોલેજમાં ઓટોમોબાઈલની ૩૦ અને
મિકેનિકલની ૬૦ તથા રાજકોટની કેોલેજમાં ઓટોમોબાઈલની ૩૦ તથા મોરબી કોલેજમાં
ઈલેક્ટ્રિકલની ૬૦,સિવિલની ૬૦ અને ભાવનગરની શાંતિલાલ શાહ
સરકારી કોલેજમાં આઈસી બ્રાંચની ૩૦ સહિત કુલ ૩૩૦ બેઠકોની હાલની હયાત બેઠકોમાંથી
ઘટાડાશે.આ ઉપરાંત ડિપ્લોમા ઈજનેરીની સરકારી કોલેજોમાં ગાંધીનગર કોલેજમાં બાયોમેડિકલની ૩૦, અમેરલીમાં સિવિલની ૩૦, છોટાઉદેપુરમાં સિવિલની ૩૦,
ભાવનગરમાં ઓટોમોબાઈલની ૩૦, છોટાઉદેપુરમાં
ઈલેક્ટ્રિકલની ૩૦,દાહોદમાં ઈલેક્ટ્રિકલની ૩૦, ગાધીનગરમાં આઈસીની ૩૦, અમરેલીમાં મિકેનિકલની ૩૦, છોટાઉદેપુરમાં મિકેનિકલની ૬૦,પાટણમાં મિકેનિકલની ૩૦, વલસાડમાં મિકેનિકલની ૬૦,
હિમ્મતનગરમાં મિકેનિકલની ૬૦, અમદાવાદમાં આરસી
ટેકનિકલમાં પ્રિન્ટિંગ ટેકનોલોજીની ૩૦ અને સુરતની એસ.એસ.ગાંધી કોલેજમાં ટેક્સટાઈલ
પ્રોસેસિંગની ૩૦ સહિત કુલ ૫૧૦ બેઠકો ઘટાડાશે.
સરકાર આગામી વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાં ૯ કોલેજમાં ૩૦થી૬૦ બેઠકો સાથે
નવી બ્રાંચો પણ શરૃ કરશે.જેનાથી ડિપ્લોમા ઈજનેરીમાં ૪૮૦ જેટલી બેઠકો વધશે.જ્યારે હાલની
ડિપ્લોમા કોલેજોમાંથી વિવિધ બ્રાંચની અન્ય કોલેજોમાં ૩૦૦ બેઠકો અને ડિગ્રી ઈજનેરીમાં
પણ ૩૦૦ બેઠકોનું સ્થળાંતર કરાશે.આ ઉપરાંત ડિગ્રી ઈજનેરીની ૧૩ કોલેજોમાં ૩૦થી૬૦ બેઠકો
સાથે નવી બ્રાંચો શરૃ કરાતા ૬૬૦ બેઠકો વધશે અને
ડિપ્લોમા ઈજનેરીમાં ૧૩ સરકારી પોલીટેકનિકમાં નવી ઉભરતી બ્રાચોમાં ૬૦થી૧૨૦ બેઠકો
સાથે કોર્સ શરૃ કરાશે અને ૮૪૦ બેઠકો વધશે.




