Get The App

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો 1 - image

પોલીસની ફરજમાં રૃકાવટ કરી હતી

ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરી કરતા હતા ત્યારે ટોળાએ ધસી આવી બળપ્રયોગ કર્યો

ભાવનગરઘોઘા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરીમાં હતા.તે દરમ્યાન મહિલા સહિતના ટોળાએ પોલીસ પર હુમલો કરી ,વાહન ચેકીંગ કરતા અટકાવી ફરજમાં રૃકાવટ કરી હતી.

ઘોઘા પોલીસ મથકના ઇનચાર્જ પીઆઇ એમ.એન.ચાવડા,પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ રણછોડભાઇ ગલસર, પો.કોન્સ. અનિલભાઇ હિમંતભાઇ મકવાણા તેમજ પો.કોન્સ. મહાવીરસિંહ હેમતસિંહ વાઢેર તેમજ ડ્રાઇવર પો.કોન્સ. દિલીપભાઈ સુખાભાઇ બારૈયા તેમજ ઘોઘા જીઆરડી યુનીટના જીઆરડી. સભ્યો અશોકભાઈ રમેશભાઈ ગોહિલ  હીરેનભાઈ અશોકભાઇ ડોડીયા, પ્રકાશભાઇ મોહનભાઇ સોલંકી,પુનાભાઈ ભલાભાઈ બારૈયા, અર્જુનભાઈ જબરાભાઈ બારૈયા ,હિમંતભાઈ વનરાજભાઈ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંદી કેરીયા ગામે વાહન ચેકીગની કામગીરીમાં હતા આ દરમ્યાન ગુંદી કેરીયા વિસ્તારમાં આવેલ જેન્તીભાઇની કરીયાણાની દુકાન પાસે વાહન ચેકીંગ કરતા હતા તેવામાં વાહન ચાલક ચકા ધુસાભાઇ વાઘેલા , મેહુલ ભરતભાઇ સરવૈયા, હરેશ વિઠ્ઠલભાઈ પરમાર, હિમંત ભવાનભાઇ વાઘેલા (રહે. તમામ ગુંદી ગામ, કેરીયા વિસ્તાર, તા.જી.ભાવનગર )ના વાહનો ખામી ભરેલા હોય જેથી એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ મુજબ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.જેથી કેરીયા વિસ્તારમાં રહેતા માણસોને સારૃ નહી લાગતા ચકા ધુસાભાઇ વાઘેલા,મેહુલ ભરતભાઇ સરવૈયા,હરેશ વિઠ્ઠલભાઇ પરમાર,હિમંત ભવાનભાઇ વાઘેલા, સુજન ઉર્ફે સવુ અભુભાઇ ચારોલીયા,કમા દાનાભાઇ વાઘેલા,સંજય મનુભાઇ વાઘેલા,સાગર મોતીભાઇ વાઘેલા,વિપુલ રધુભાઇ પરમાર,હરેશ વિઠ્ઠલભાઇ પરમાર,તેમજ બીજા અજાણ્યા માણસો તથા મહીલા સહિત ટોળાએ ધસી આવી પોતાનો સમાન ઇરાદો પર પાડવા આવી કહેલ કે લોકોના વાહનો કેમ પકડો છો તેમ કહી પોલીસ સ્ટાફના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી તેમજ ધકામુકી કરી વાહન ચેકીંગ કરતા અટકાવી પોલીસ સ્ટાફની કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી પોલીસ સ્ટાફ ઉપર હુંમલો કરી તેમજ ગુન્હાહીત બળવાપરી પોલીસ સ્ટાફને વાહન ચેકીંગ વાળા સ્થળેથી પાછળ ખસેડી જાહેરમાં ગાળો આપી હતી.આ બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ચાવડાએ ટોળા વિરૃધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.