Gujarat

રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ સાથે 5 કલાક સુધી રહ્યો શ્વાન, છતાં શિકાર થતા બચ્યો!

By GS TEAM
16 Jun 20261 min read
TukuTouch Logo
શિકારી શિકાર કરવા મથતો હોય અને શિકાર જીવ બચાવવા ઝઝૂમતો હોય પછી એક તબક્કે કલાકો સુધી બંને સાથે જ હોવા છતાં હુમલો સુદ્ધાં ન થાય અને છેવટે બંને પોતપોતાનો જીવ બચી ગયાનો સંતોષ જ પામે તો?! રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક આવા જ અચરજભર્યાં દ્રશ્યો સર્જાયાં હતાં.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ સાથે 5 કલાક સુધી રહ્યો શ્વાન, છતાં શિકાર થતા બચ્યો!

Lioness and Dog in Well: શિકારી શિકાર કરવા મથતો હોય અને શિકાર જીવ બચાવવા ઝઝૂમતો હોય પછી એક તબક્કે કલાકો સુધી બંને સાથે જ હોવા છતાં હુમલો સુદ્ધાં ન થાય અને છેવટે બંને પોતપોતાનો જીવ બચી ગયાનો સંતોષ જ પામે તો?! રાજુલા તાલુકાના ખાંભલીયા ગામ નજીક આવા જ અચરજભર્યાં દ્રશ્યો સર્જાયાં હતાં.

સિંહણ શિકારની શોધમાં હતી અને...

ખાંભલીયા પાસે ખેતર વિસ્તારમાં એક સિંહણ શિકારની શોધમાં હતી. આ દરમિયાન તેની નજર એક શ્વાન પર પડતાં સિંહણ તેનો પીછો કરવા લાગી હતી. શ્વાન પોતાનો જીવ બચાવવા માટે દોડતો-દોડતો અચાનક ખેતરમાં આવેલા ખુલ્લા અને પાણી વગરના 50 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો.

અંધારામાં સિંહણ પણ કૂવામાં ખાબકી

શ્વાનની પાછળ દોડતી સિંહણ પણ અંધારામાં પરિસ્થિતિનો અંદાજ ન આવતા કૂવામાં ખાબકી હતી. કૂવામાં પડ્યા બાદ લગભગ પાંચ કલાક સુધી સિંહણ અને શ્વાન એકસાથે રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા!

મુશ્કેલીના સમયે કુદરતી દુશ્મની ભુલાઈ

સામાન્ય રીતે શિકાર સામે હોય ત્યારે સિંહણ તેના પર હુમલો કરતી હોય છે, પરંતુ આ કિસ્સામાં સિંહણ પોતાનો જીવ બચાવવાની મથામણમાં એટલી વ્યસ્ત હતી કે તેણે બાજુમાં રહેલા શ્વાન તરફ આંખ ઉઠાવીને પણ જોયું ન હતું. આમ, શિકાર અને શિકારી એક જ કૂવામાં હોવા છતાં બંને વચ્ચે કોઈ સંઘર્ષ થયો ન હતો.