Get The App

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને 1 - image

Image: AI



Gujarat Tourism: આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ, 16 ઓગસ્ટ જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ 3 દિવસ રજાને પગલે બહાર ફરવા જવા માટેનો ધસારો વધ્યો છે. અમદાવાદથી સોમનાથ જવા માટેની ટ્રેનનું વેઇટિંગ 150 જેટલું થઈ ગયું છે, જ્યારે દ્વારકા માટે એસટીની 16માંથી 13 બસ પેક થઈ ગઈ છે. બીજી બાજું અમદાવાદથી ગોવા અને જયપુર જવા માટેના એરફેર 18 હજાર સુધી પહોંચી ગયા છે. આ સિવાય પ્રાઇવેટ કેબમાં પણ સામાન્ય દિવસો કરતાં ભાડામાં વધારો કરી દેવાયો છે.

સોમનાથ જતી 14માંથી 12 બસ પેક થઈ ગઈ

મળતી માહિતી મુજબ, હાલ ખાસ કરીને સોમનાથ, દ્વારકા જવા માટે સૌથી વધુ ધસારો છે. અમદાવાદથી દ્વારકા માટેની એસટી બસ પેક થઈ ગઈ છે. એસટી બસોમાં ટિકિટ નહીં મળતાં દ્વારકા જવા માગતા આ તકનો લાભ લઈને ખાનગી બસોએ પણ ભાડામાં સામાન્ય દિવસો કરતાં વધારો કરી દીધો છે. અમદાવાદથી દ્વારકા માટેનું ખાનગી બસનું ભાડું 1600 જેટલું થઈ ગયું છે. અમદાવાદથી સોમનાથ માટે પણ આવી જ સ્થિતિ છે. 14 ઓગસ્ટે અમદાવાદથી સોમનાથ જતી 14માંથી 12 બસ પેક થઈ ગઈ છે. 

સ્થળવેઇટિંગ
દ્વારકા74
સોમનાથ149
જૂનાગઢ63
ઉજ્જૈનરિગ્રેટ
આબુ36
ઉદયપુર21
મુંબઈ102
ગોવારિગ્રેટ


(વંદે ભારતની સ્થિતિ)

આ પણ વાંચોઃ ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ?

ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ

મુસાફરોના ધસારાને પગલે દ્વારકા સોમનાથ જવા માટે વધારાની બસ દોડાવવી પડે તેવી સંભાવના છે. ટ્રેનોમાં પણ અમદાવાદથી સોમનાથ જવા માટે વેરાવળ સુધી જવા માટેની ટ્રેનમાં વેઇટિંગ 150 જેટલું છે. આ સિવાય દ્વારકા માટે 64, જૂનાગઢ માટે 63નું વેઇટિંગ છે. ઉજ્જૈન અને ગોવા જવા માટે ‘રિગ્રેટ' એટલે કે ટિકિટ મળી શકવા માટે અસમર્થતા જ દર્શાવી દેવામાં આવી છે. અમદાવાદથી આબુ રોડ જતી ટ્રેનનું વેઇટિંગ 36 છે.

અમદાવાદથી વિવિધ સ્થળનું મહત્તમ એરફેર

સ્થળએરફેર (રૂપિયા)
ગોવા17,000
મુંબઈ11,000
દેહરાદૂન10,100
જયપુર18,459
દીવ5,072
પૂણે12,451

આ પણ વાંચોઃ ચૂંટણી પંચ સામે 'વોટચોરી' મુદ્દે સાંસદોની રેલી

ફ્લાઇટનું ભાડું વધ્યું

વિમાનની મુસાફરીની વાત કરવામાં આવે તો અમદાવાદથી ગોવા અને જયપુરની ફ્લાઈટમાં સૌથી વધુ ધસારો છે. આ સિવાય મુંબઈનું એરફેર વધીને રૂપિયા 11 હજાર થઈ ગયું છે. મુંબઈથી અનેક લોકો લોનાવલા, ખંડાલા જવાનું આયોજન કરી રહ્યા છે. અનેક સાપુતારા, ડાંગ, માઉન્ટ આબુ, ઉદયપુર, શ્રીનાથજી બાય રોડ પણ જવાના છે. મુસાફરોના ધસારાને લીધે માઉન્ટ આબુ, ઉદયપુર, સાપુતારામાં સામાન્ય દિવસો કરતાં બમણું ભાડું ચૂકવવા છતાં પણ રૂમ મળે નહીં તેવી સ્થિતિ છે.


Tags :