Gujarat
દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો
By GS TEAM
20 May 20261 min read

વડોદરાઃ કાર ભાડે લઇ જવાના નામે કાર વગે કરવાના બનાવમાં પોલીસે વચેટિયાની ભૂમિકા ભજવનાર વધુ એક આરોપીને ઝડપી પાડયો છે.
ન્યુ વીઆઈપી રોડ પર રાજીવનગરમાં રહેતા ધર્મેશ પ્રજાપતિની કાર સેલ્ફ ડ્રાઇવના નામે એક દિવસના રૃ.૬૫૦૦ લેખે ભાડું નક્કી કરી બે દિવસ માટે દમણ લઇ જનાર જયેશ ભુપેન્દ્રભાઇ પરમાર(સમિયાલા,તા.વડોદરા) નો ત્રણ મહિનાથી પત્તો નહિ લાગતાં ધર્મેશભાઇએ પોલીસને ફરિયાદ કરી હતી.
આ ગુનામાં ફતેગંજ પોલીસે જયેશની ધરપકડ કરતાં તેણે શાહિદને કાર આપી હોવાની વિગતો બહાર આવી હતી.જેથી પોલીસે શાહિદ ઉર્ફે બમ્પો સલીમભાઇ પટેલ (નવી નગર,આત્મજ્યોતિ સ્કૂલ સામે, તાંદલજા)ને તેના વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.શાહિદ પાસેથી આદિલે કાર લઇને વગે કરી હોવાની વિગતો ખૂલતાં આદિલ અને કારની તપાસ કરવામાં આવી રહી છે.








