Gujarat

રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

By GS TEAM
22 Oct 20251 min read
રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

- નડિયાદ- કપડવંજ રોડના વીણા પાટિયે

- અકલાસી બ્રિજ ઉપર બે મોટરસાઈકલ અથડાતા ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

નડિયાદ : નડિયાદ કપડવંજ રોડ વીણા પાટીયા રોડ ક્રોસ કરતા આધેડનું અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું હતું. જ્યારે ચકલાસી બ્રિજ ઉપર બે મોટર સાયકલ અથડાતા ત્રણને ઇજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

શહેરાના સંજયભાઈ રઇજીભાઈ સબુરભાઈ નાયક નડિયાદ તાલુકાના વીણા ગામે રહે છે. તેમના પિતા રઈજીભાઈ સબુરભાઈ નાયક ગઈકાલે રાત્રે નડિયાદ કપડવંજ રોડ પર વીણા જુના બસ સ્ટેન્ડ નજીક રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા રયજીભાઈ નાયકને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી જેથી રઇજીભાઈ નાયક (ઉં.વ.૪૫)નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સંજયભાઈ રવજીભાઈ નાયકની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ રોડ ઉપર રહેતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુ હર્ષદભાઈ ઠાકોર અને ત્વિક મોટરસાયકલ લઈને મામાના ઘરે ખાનકુવા જતા હતા.દરમિયાન ચકલાસી બ્રિજ ઉપર બાઈક પાછળ મોટરસાયકલ અથડાતા ત્વિકને તેમજ મોટરસાયકલ ચાલક તેમજ તેની પાછળ બેઠેલ ઈસમને ઈજા થઈ હતી. આ બનાવ અંગે રાજેન્દ્ર ઉર્ફે રાજુ હર્ષદભાઈ ઠાકોરની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.