Gujarat

ત્રાપજ ગામે આઇસર વચ્ચે દબાઈ જતા આધેડનું મોત

By GS TEAM
15 Mar 20261 min read
ત્રાપજ ગામે આઇસર વચ્ચે દબાઈ જતા આધેડનું મોત

- અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- ગાડી પાર્ક કરી પાછળ જોવા જતાં અન્ય આઈસર ગાડીએ અકસ્માત સર્જ્યો

ભાવનગર : તળાજાના ત્રાપજ ગામે અલંગ રોડ પર આઈસર વચ્ચે દબાઈ જતાં આધેડનું કરૂણ મોત નિપજ્યું છે. બનાવ અંગે અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

તળાજાના ત્રાપજ ગામે રહેતા લીલુભા તખુભા ગોહિલે અલંગ પોલીસ મથકમાં જીજે-૧૪-ઝેડ-૭૪૫૩ના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા હતી. જેમાં ગત તા.૧૨-૦૩ના સાંજના સમયે આઈસર ચલાવતા તેમના બાપુના દિકરા હઠિસિંહ દિલુભા ગોહિલ ત્રાપજના અલંગ રોડ પર આવેલા ધાબામાં પોતાની આઈસર ગાડી પાર્ક કરી પાછળ જોવા જતાં બીજી ઉક્ત આઈસર ગાડી પાર્ક કરવા જતાં હઠિસિંહ બન્ને આઈસર વચ્ચે દબાઈ જતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અલંગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.