પંચમહાલના શહેરામાં MGVCLએ અચાનક હાથ ધર્યું વીજ ચેકિંગઃ 15 લાખથી વધુની ચોરી ઝડપાઇ
Panchmahal Electricity Theft: પંચમહાલમાં વીજ ચોરીની આશંકાએ MGVCL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેરા-1 ડિવિઝનમાં આવતા શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, MGVCL દ્વારા 15 ટીમ બનાવીને વિસ્તારના અણીયાદ, બોડીદ્રાખુર્દ, બારમોલી, કવાલી, બાહી, દલવાડા, તાડવા, ડોકવા અને ઉંમરપુર સહિત 10થી વધુ ગામોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં વીજ ચોરી સામે આવી હતી.
15 લાખથી વધુની વીજ ચોરી
મળતી માહિતી મુજબ, MGVCL ની 15થી જેટલી ટીમોએ તપાસ કરી હતી. જેમાં 360 જેટલા વીજ કનેક્શનોમાંથી 44 વીજ કનેક્શનની ચોરી ઝડપાઈ છે. તપાસમાં સામે આવ્યું કે, અત્યાર સુધીમાં 15 લાખ 38 હજારની વીજ ચોરી કરવામાં આવી છે. જોકે, હવે તંત્ર દ્વારા તમામ વીજ ચોરો સામે ફરિયાદ દાખલ કરી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તંત્રએ કરી કાર્યવાહી
નોંધનીય છે કે, MGVCL દ્વારા એકાએક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ થયો છે. જોકે, આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવશે. જેમાં અન્ય ગામડાઓમાંથી પણ આવી વીજ ચોરોની સંખ્યા વધવાની આશંકા છે.