વડોદરાના દશરથ વિસ્તારમાં દારૂના કટીંગ વખતે જ દરોડો, દારૂ અને વાહનો સાથે 46 લાખનો મુદ્દામાલ કબજે
Vadodara Liquor Crime : વડોદરાના દશરથ વિસ્તારમાં એક ગોડાઉન પાસે દારૂના કટીંગ વખતે પોલીસે દરોડો પાડી દારૂ ભરેલા કન્ટેનર તેમજ અન્ય વાહનો મળી 46 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દશરથ આઈ.ટી.આઈ પાસે એક ગોડાઉન નજીક દારૂનું કટીંગ થઈ રહ્યું હોવાની વિગતો મળતા છાણી પોલીસના પીઆઇએ દરોડો પાડયો હતો. પોલીસે દારૂના કન્ટેનર તેમજ બે પિકઅપ વાન કબજે કરી હતી. કન્ટેનરમાં વાઈપરના બોક્સ વચ્ચે બીયર અને દારૂનો 8 લાખ ઉપરાંતનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે બનાવના સ્થળેથી રાજસ્થાનના દેવેન્દ્ર રાજુમલ બલઈ(મેઘવાલ) (શિવપુરી, ભીલવાડા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના જ ગામના વિકાસ બલઈ અને સત્યનારાયણ બલઈ સહિત પાંચ જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.