Get The App

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજ બિલની બાકી રકમની વસૂલાત કરવા માટે આજે ફરી વખત મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી અને એક જ દિવસમાં ૧૦૫૬૦ ગ્રાહકો પાસેથી બે કરોડ રુપિયાની વસૂલાત કરવામાં આવી હતી.

શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ કંપનીની ૪૬૨ ટીમોને આજે સવારથી ઉતારવામાં આવી હતી.જેમાં વીજ બિલની બાકી રકમ ભરવામાં આનાકાની કરી રહેલા ૪૬૯ ગ્રાહકોના મીટર કાઢી લેવામાં આવ્યા હતા.ગ્રાહકો પાસેથી ૨૨ લાખ રુપિયાના બાકી બિલની ઓન ધ સ્પોટ રિકવરી કરવામાં આવી હતી.જ્યારે ૬૬૫૨ ગ્રાહકોએ ઓનલાઈન પેમેન્ટ કરીને ૧.૩૫ કરોડ રુપિયા ભર્યા હતા.વીજ કંપનીની વિવિધ કચેરીઓમાં જઈને ૨૫૬૧ ગ્રાહકોએ ૪૬ કરોડ રુપિયાના બાકી વીજ બિલનું પેમેન્ટ કર્યું હતું.વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં બાકી વીજ બિલ પેટે  વડોદરા શહેરમાંથી ૨૧.૭૦ કરોડ રુપિયાની વસૂલાત કરવામાં આવી છે અને હજી ૧૧ કરોડ રુપિયાની રકમ વસૂલ કરવાની બાકી  છે.શહેરના  બરાનપુરા સબ ડિવિઝન એવું છે જેની હદમાં આવતા ગ્રાહકોની વીજ બિલ પેટે સૌથી ઓછી રકમ બાકી છે અને અકોટા સબ ડિવિઝનમાં સૌથી વધારે વીજ બિલ ભરવાનું બાકી છે.