Get The App

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર 1 - image


Mehsana Hit-and-Run: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બે વૃદ્ધ મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે વિજાપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, 5મા માળેથી ફેંકી કરી હત્યા

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મહેસાણાના મહાદેવપુરા ગવાડા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને વૃદ્ધાઓ રસ્તા પર પટકાયા અને તેમના માથાના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. મૃતક વૃદ્ધાની ઓળખ પુરીબહેન ઠકોર અને મૂળીબહેન ઠાકોર તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્

પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. હાલ, અજાણ્યા વાહન વિરૂદ્ધ હિટ એન્ડ રન તેમજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર આરોપીને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વાહનચાલકને ઝડપી પાડવા અને અકસ્માત સર્જનાર વાહનની ઓળખ કરવા માટે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, તેમજ ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન નોંધી રહી છે. 

Tags :