Get The App

તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ 1 - image


Accident News: તાપી જિલ્લાના નિઝર તાલુકામાં દેવલપાડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં એક કિશોર સહિત બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે ચાર અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તહેવારોની સિઝનમાં અકસ્માતોની વણઝાર વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર ચિંતા જગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવલપાડા ગામની નજીક બે મોટરસાયકલ સામસામે અથડાઇ પડતાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે જ બે લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં એક કિશોરનો પણ સમાવેશ થાય છે. અન્ય ચાર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

ઘટનાની જાણ થતાં નિઝર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે અને મૃતકોની ઓળખવિધિ શરૂ કરવામાં આવી છે. આ મામલે નિઝર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોની આસપાસ રાજ્યભરમાં અકસ્માત અને હત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ અકસ્માત અને હત્યાના બનાવોને કારણે અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે. નિઝરના આ અકસ્માતે પણ મૃતકોના પરિવારજનોમાં ભારે શોક પ્રસરાવ્યો છે.


Tags :