Get The App

અમદાવાદના વાડજમાં ભાઈઓએ જ બહેનનું ઘર ઉજાડ્યું, બનેવીને 5મા માળેથી ફેંકી હત્યા

Updated: Oct 24th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના વાડજમાં ભાઈઓએ જ બહેનનું ઘર ઉજાડ્યું, બનેવીને 5મા માળેથી ફેંકી હત્યા 1 - image

મૃતકઃ ભાવેશ મકવાણા



Ahmedabad Crime: અમદાવાદના વાડજ વિસ્તારમાં પતિ-પત્નીના ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે. હકીકતમાં ગુરૂવારે (23 ઓક્ટોબર) અહીં નજીવા પારિવારિક અણબણાવના કારણે સાળાએ પોતાના બનેવીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાંખી હતી. હાલ, આ મામલે પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ભાઈબીજના દિવસે અમદાવાદના વાડજ વિસ્તારમાં સાળાઓએ બહેન સાથે અણબણાવના કારણે રોષે ભરાઈ બનેવીની હત્યા કરી નાંખી હતી. ભાવેશ મકવાણા નામના વ્યક્તિનો તેની પત્ની સાથે અંગત કારણોસર કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વિશે પત્નીએ પોતાના ભાઈઓને જાણ કરી હતી. ત્યાર બાદ તેના ભાઈઓએ આ મામલે દખલગીરી કરી અને વિવાદ ઘટવાની બદલે વધી ગયો.

પાંચમાં માળેથી ફેંકી કરી હત્યા

મૃતકના પિતાના જણાવ્યા અનુસાર, ભાવેશને થોડું દેવું થઈ ગયું હતું જેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વિવાદ ચાલતો હતો. આ ઝઘડા વિશે ભાવેશની પત્નીએ તેના ભાઈઓને વાત કરતા રોષે ભારાયેલા ઘરે આવ્યા અને સીધું જ ઝઘડવાનું શરૂ કરી દીધું. પહેલાં તેમણે ભાવેશને ઢોર માર માર્યો અને બાદમાં તેને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ સુરત દારુ પાર્ટી વિવાદ: PSI સાથે ઝપાઝપી કરનાર જૈનમ શાહની ધરપકડ, દિવાળીના તહેવારો બાદ કરાઈ કાર્યવાહી

પોલીસે હાથ ધરી તપાસ

બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે મૃતકની પત્ની અને સાળા સહિત અન્ય સંભવિત આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી સાળાને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા પાછળ ભાવેશ અને તેની પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો વિવાદ મુખ્ય કારણ હતો.


Tags :