Gujarat

જૂનાગઢના માળિયા હાટિનામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો, વલસાડમાં 5 ઈંચ જેટલી મેઘમહેર

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચોમાસું સત્તાવાર આગમનના એક સપ્તાહ બાદ પૂરી તાકાતથી જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 65 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં નવસારીમાં 4 ઇંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે થંડરસ્ટોર્મ ચેતવણી જાહેર કરી છે. વલસાડ જિલ્લા પર મેઘરાજા મહેરબાન છે, વાપીમાં 6 કલાકમાં 4.84 ઇંચ વરસાદ નોંધાયો. 4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢના માળિયા હાટિનામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો, વલસાડમાં 5 ઈંચ જેટલી મેઘમહેર

Valsad Vapi Rain: સત્તાવાર આગમનને બરાબર એક સપ્તાહ વીતી ગયા બાદ, આખરે ગુજરાતમાં ચોમાસું પૂરેપૂરી તાકાત સાથે જામ્યું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં લાંબા ઈંતજાર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 65 તાલુકાઓમાં નોંધપાત્ર મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ‘થંડરસ્ટોર્મ ચેતવણી’ જાહેર કરવામાં આવી છે, જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપી દેવાઈ છે. આજના હવામાન વિભાગના આંકડાઓ અનુસાર વલસાડ જિલ્લા પર મેઘરાજા સૌથી વધુ મહેરબાન જોવા મળ્યા છે.

beeimgtmp-20260701-152056.png
avl7iy.gif

એકસાથે 4 પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં થશે ભારે વહેણ

ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસાદનો આંકડો ઘણો ચિંતાજનક રહ્યો હતો. જૂનમાં સામાન્ય 110.8 મીમી સામે માત્ર 19.9 મીમી વરસાદ નોંધાયો હતો. જે સરેરાશ કરતાં 82 ટકા જેટલી મોટી ઘટ દર્શાવે છે. જોકે, જુલાઈની શરૂઆત થતાં જ આ ખાધ ખૂબ જ ઝડપથી ભરાઈ જાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, હાલમાં એકસાથે ચાર મોટી પ્રણાલીઓ સક્રિય થઈ છે. જેમાં મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ અને મધ્યપ્રદેશથી કોંકણ-ગોવા સુધી અન્ય એક ટ્રફ લાઈન સક્રિય છે. આ ઉપરાંત, બીજી જુલાઈના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ આકાર લેશે. આ ચારેય સિસ્ટમના કારણે પૂર્વીય અને પશ્ચિમી પવનો ભેગા થશે, જે આગામી સાત દિવસ સુધી ગુજરાતને ધમરોળશે.

વલસાડમાં મેઘરાજા મહેરબાન

મેઘરાજાની વર્તમાન ઇનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મોખરે રહ્યા છે. વલસાડના વાપીમાં આજે સવારના 6 વાગ્યાથી 12 વાગ્યાના 6 કલાકના સમયગાળામાં જ 4.84 જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે ઉમરગામમાં 2.95, પારડીમાં 1.73 અને વલસાડ શહેરમાં 1.46 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે છોટા ઉદેપુરના કાવંતમાં 2.20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

image.png