Get The App

સુરતમાં 'મેડિકલ મિરેકલ': દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગયા દંગ

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં 'મેડિકલ મિરેકલ': દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગયા દંગ 1 - image


Surat Medical Miracle: ગુજરાતના સુરત શહેરમાં એક એવો ચમત્કાર થયો છે, જેણે ડૉક્ટરોને પણ ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીના ધબકાર સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. ડૉક્ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ અસફળ રહ્યા અને બાદમાં દર્દીને મૃત જાહેર કરી દીદો. પરંતુ, આશરે 15 મિનિટ બાદ તેનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું. આ ઘટના હવે આખા સુરતમાં ચર્ચાનો વિષય બની છે. 

આ પણ વાંચોઃ અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્વ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નિવાસી 45 વર્ષીય રાજેશ પટેલને ગંભીર સ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરે જણાવ્યું કે, તેને ગંભીર હાર્ટ ફેલ્યોરની સમસ્યા હતી. સારવાર દરમિયાન અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું અને ઈસીજી મોનિટર પર સીધી લાઇન દેખાવા લાગી. ટીમે CPR અને દવાઓ દ્વારા તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. ત્યાર બાદ ટીમે રાજેશ પટેલને મૃત જાહેર કરી દીધો. 

15 મિનિટ બાદ અચાનક પાછો આવ્યો જીવ

ચોંકાવનારી વાત એ છે કે, આશરે 15 મિનિટ બાદ એવું થયું જેની કોઈ આશા જ નહતી. મોનિટર પર અચાનક હાર્ટબીટ દેખાવા લાગી અને દર્દીના શરીરમાં હલન-ચલન શરૂ થયું. હાજર ડૉક્ટર્સે તુરંત જ રાજેશને ફરી ICUમાં શિફ્ટ કરી અને સારવાર શરૂ કરી દીધી. 

આ પણ વાંચોઃ રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ

સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડૉ. ઉમેશ ચૌધરીએ કહ્યું કે, 'મારા 30 વર્ષના કરિયરમાં મેં પહેલીવાર આવું જોયું કે, 'સ્ટ્રેટ લાઇન' દર્દીના ધબકારા આપમેળે ફરી પાછા શરૂ થઈ ગયા હોય. આ મેડિકલ સાઇન્સમાં ખૂબ જ દુર્લભ ઘટના છે. જોકે, દર્દીની સ્થિતિ હજુ પણ ખૂબ નાજુક છે અને તેમને ICUમાં વિશેષ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.'

Tags :