Get The App

ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે હવે ડૉક્ટર બનવું માત્ર સપનું, MBBS માટે 50 લાખથી 1 કરોડ ખર્ચવા પડશે

Updated: Jun 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે હવે ડૉક્ટર બનવું માત્ર સપનું, MBBS માટે 50 લાખથી 1 કરોડ ખર્ચવા પડશે 1 - image

MBBS Study: ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હવે MBBSનો અભ્યાસ કરવું સપનું બની જશે. કારણકે એમબીબીએસમાં ખાનગી કૉલેજોમાં સંપૂર્ણ કોર્સની ફી 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે અને ઘણી કૉલેજોમાં તો સંપૂર્ણ ફ્રી 1.10 કરોડથી પણ વધી ગઈ છે. 

આ પણ વાંચોઃ કડી બાદ વિસાવદરની વિધાનસભા પેટાચૂંટણી માટે કોંગ્રેસે નિતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા

સરકારી ક્વોટામાં 42થી 50 લાખનો ખર્ચ

MBBSમાં સાડા ચાર વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે ત્યારે હાલ 19 ખાનગી મેડિકલ કૉલેજમાં 9 લાખથી 11.20 લાખ રૂપિયા ફી સરકારી ક્વોટામાં થઈ છે, ત્યારે સરકારી ક્વોટામાં જ એડમિશન મળે તો પણ સાડા ચાર વર્ષે 42થી 50 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 18.19 લાખથી 25.79 લાખ રૂપિયા ફી થઈ છે. 

આ પણ વાંચોઃ 3 વર્ષ બાદ કોરોનાથી અમદાવાદમાં મૃત્યુની પહેલી ઘટના, ગુજરાતમાં 320 એક્ટિવ કેસ નોંધાયા

આમ મેનેજેન્ટ કવોટામાં એડમિશન મળે તો 80 લાખથી લઈને 1.15 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ખાનગી કૉલેજની કુલ ફીના 50 ટકા ફી કે 2 લાખ બેમાંથી જે ઓછું હોય તેટલી ફી સ્કોલરશિપ ફી પેટે અપાય છે. જ્યારે છોકરીઓને MYSYમાં બે લાખ અને ચાર લાખ કન્યા કેળવણી યોજનામાં એમ કુલ 6 લાખ સુધીની સહાય મળે છે. આમ સરકાર દ્વારા બે લાખથી છ લાખ સુધીની સહાય અપાય છે ત્યારે બાકીના લાખો રૂપિયા ફી પેટે ભરવા માટે વાલીઓએ લોન જ લેવી પડે તેવી સ્થિતિ છે.