Gujarat

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે

By GS TEAM
22 May 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી મીણ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કંપનીના ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કલોલ : સાંતેજની કંપનીમાં ભીષણ આગ, ત્રણ કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે

Santej Fire Accident : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા સાંતેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલી મીણ બનાવતી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કંપનીના ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે.

ત્રણ કર્મચારીઓ દાઝ્યા, સિવિલમાં સારવાર હેઠળ

કંપનીમાં આગ લાગવાના કારણે ત્યાં કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને કંપનીના અન્ય સ્ટાફ દ્વારા તાત્કાલિક ત્રણેય ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

ચાર શહેરોની ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

વેક્સ કેમિકલ હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હાલ આગ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ, કલોલ, ગાંધીનગર અને કડીની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ પણ વાંચો : સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ