Gujarat

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી

By GS TEAM
10 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરાના કોહલી વિસ્તારમાં મોડી રાત્રે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગતો ફાયર બ્રિગેડે બીજી દુકાનો બચાવી લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી

Vadodara Fire : વડોદરાના કોહલી વિસ્તારમાં મોડી રાત્રે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગતો ફાયર બ્રિગેડે બીજી દુકાનો બચાવી લીધી હતી. 

કોયલીના સાગર કોમ્પ્લેક્સમાં આવેલી મેડિકલ સ્ટોરમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. આગમાં કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ દુકાનનો અન્ય સામાન ખાક થઈ ગયો હતો.

બનાવની જાણ થતા લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદ લેતા આગને કાબુમાં લેવામાં આવી હતી. પોલીસ અને વીજ કંપનીની ટીમો પણ મદદ માટે આવી ગઈ હતી. પરિણામો બીજી દુકાનોને નુકસાન થતાં અટક્યું હતું.