VIDEO: ભરૂચની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર ઉડ્યા ધુમાડાના ગોટેગોટા
Bharuch Fire: ભરૂચ જિલ્લાના પાનોલી GIDC સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં શનિવારે (13 સપ્ટેમ્બર) ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટાળા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચોઃ અમદાવાદના એક જ કુટુંબના 12 શખસો બોગસ ખેડૂત ખાતેદાર બન્યાં, ખંભાત પોલીસે ગુનો નોંધ્યો
આગને કાબુમાં લેવા માટે 15થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
આગની જ્વાળાઓ અને ધુમાડો એટલો તીવ્ર હતો કે પનૌલી ઔદ્યોગિક વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો. ફેક્ટરીની નજીકની પરિસ્થિતિ જોઈને અનેક લોકો બહાર આવ્યા અને તેઓ ચોંકી ગયા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અચાનક આટલી મોટી આગ જોઈને કોઈ પણ સ્થિતિ સંભાળી શક્યું નહીં.
આગ ઓલવવાનો પ્રયાસ શરૂ
હાલ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત કામ કરી રહી છે. આ દરમિયાન વહીવટીતંત્રે આસપાસના વિસ્તારોના લોકોને સલામત સ્થળોએ રહેવાની સલાહ આપી છે.