Get The App

નવસારીમાં ચોંકાવનારી ઘટના: લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરૂષે મહિલા પાર્ટનરની કરી હત્યા, કારણ જાણીને પોલીસ ચોંકી

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
નવસારીમાં ચોંકાવનારી ઘટના: લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પુરૂષે મહિલા પાર્ટનરની કરી હત્યા, કારણ જાણીને પોલીસ ચોંકી 1 - image

Navsari News : નવસારીમાં લિવઈન રિલેશનશિપમાં રહેતા પુરૂષે મહિલા પાર્ટનરની કરી હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ, નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષથી લિવઈન રિલેશનશિપમાં રહેતા રાજુ હળતપિએ તેની મહિલા પાર્ટનર સંગીતાને નવસારીના મુનસાડ ગામમાં આવેલા ખેતરમાં ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ ખેતરમાં જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત લોકરક્ષક પોલીસ ભરતીનું મેરીટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલનું મેરીટ

મહિલાની હત્યાને લઈને પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજુએ  પોતાની પ્રથમ પત્નીના વિવાદના કારણે લિવઈનમાં જે મહિલા સાથે રહેતો હતો તેની હત્યા નીપજાવી હતી.