મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગઃ બચાવવા ગયેલા મિત્ર સહિત બેના મોત

File Photo |
Morbi News: મોરબીની મચ્છુ નદીમાં શુક્રવારે (24 ઓક્ટોબર) એક યુવકે આત્મહત્યાના ઈરાદે નદીમાં છલાંગ લગાવી હતી. યુવકને નદીમાં ડૂબતા જોઈ તનો મિત્ર તેને બચાવવા નદીમાં પડ્યો. જોકે, બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા અને નદીમાં ડૂબી જવાથી તેમના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત 40 કલાકની સઘન શોધખોળ બાદ બંનેના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી?
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શુક્રવારે (26 ઓક્ટોબર) એક યુવકે આત્મહત્યા કરવા માટે નદીમાં કૂદકો માર્યો હતો. જોકે, તેના મિત્રને આ વિશે જાણ થતાં તેની પાછળ તેને બચાવવા નદીમાં પડ્યો. પરંતુ, નદીના તેજ પ્રવાહના કારણે બંને નદીના પ્રવાહમાં ફસાઈ ગયા. જેના કારણે આપઘાત કરવા ગયેલો શખસ અને બચાવવા ગયેલો મિત્ર બંને નદીમાં ડૂબી ગયા. સમગ્ર ઘટનાની જાણ થતા તુરંત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોરબી અને રાજકોટની ફાયર ટીમ તેમજ SDRF (State Disaster Response Force) સહિતની ટીમના 50 જેટલા જવાનોએ સતત 40 કલાક સુધી નદીમાં શોધખોળ કરી મૃતકોનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ દ્વારા બંને મૃતદેહોનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પાછળના આત્મહત્યાના કારણો અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

