Gujarat

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું

By GS TEAM
3 Apr 20261 min read
TukuTouch Logo
અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોગાર્ડન પાસે રહેતા અને મૂળ શેલા ગામના 45 વર્ષીય વ્યક્તિનું કારમાં જ હાર્ટ એટેક આવવાને કારણે મોત નિપજ્યું હતું. સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવિંગ સીટ પર તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું

Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં ગત સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોગાર્ડન પાસે રહેતા અને મૂળ શેલા ગામના 45 વર્ષીય વ્યક્તિનું કારમાં જ હાર્ટ એટેક આવવાને કારણે મોત નિપજ્યું હતું. સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવિંગ સીટ પર તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.


રાહદારીએ આ મામલે પોલીસને જાણ કરી

મળતી માહિતી અનુસાર, ગુરુવારે (બીજી એપ્રિલ) સાંજના સમયે સોલા પોલીસને માહિતી મળી હતી કે, એક કાર રસ્તા પર ઉભી છે અને તેમાં ચાલક બેભાન અવસ્થામાં છે. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કારની અંદર એક વ્યક્તિ ડ્રાઈવર સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં નિશ્ચેત પડ્યા છે. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ હતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા.

ઘટનાસ્થળે બોલાવવામાં આવેલી 108ની ઇમરજન્સી ટીમે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.