Gujarat

થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો

By GS TEAM
5 Dec 20251 min read
થાન શહેરમાંથી રૃ.1.86 લાખના દારૃ સાથે શખ્સ ઝડપાયો

2 શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો

પોલીસે દારૃની 537 બોટલ તથા બિયર 144 ટીન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

થાનથાન શહેરી વિસ્તારમાંથી રૃ.૧.૮૬ લાખના ઇંગ્લિશ દારૃ-બિયર સહિતના મુદામાલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે બે શખ્સ સામે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

થાન પોલીસે શહેરના મસાણના મેલડી માતાજીના ઓટા પાસેથી બાતમીના આધારે વિદેશી દારૃની ૫૩૭ બોટલ તથા બિયર ૧૪૪ ટીન સહિત રૃ.૧,૮૬,૭૮૦ના મુદ્દામાલ સાથે અશ્વિનભાઈ ઉર્ફે અશોકભાઈ હમીરભાઈ રાઠોડ (રહે. આંબેડકરનગર,થાન)ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીની પુછપરછમાં પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી (રહે.થાન)ની પણ સંડોવણી બહાર આવી હતી. પોલીસે બંને શખ્સ વિરૃદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.