Get The App

વ્યાયામ શિક્ષક ભરતીની રાહ જોતાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, જૂન મહિનામાં થઈ શકે છે મોટી જાહેરાત

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
વ્યાયામ શિક્ષક ભરતીની રાહ જોતાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, જૂન મહિનામાં થઈ શકે છે મોટી જાહેરાત 1 - image


PT Teacher Recruitment: છેલ્લાં ઘણાં સમયથી વ્યાયામ શિક્ષકો ભરતીને લઈને આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આ વ્યાયામ શિક્ષકોને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર, જૂન મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે રાહતના સમાચારઃ કૃષિ વિભાગે નુકસાની સરવે કરવાનો આપ્યો આદેશ

વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વનો નિર્ણય

મળતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને નિર્ણય લેવાયો છે. જૂન મહિનામાં વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ આગાહી, આ વિસ્તારમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાશે

ભરતી માટે ખાસ સમિતિની કરાઈ રચના

ભરતી પ્રક્રિયાને લઈને એક કમિટીની રચના કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા કમિટીમાં શિક્ષણ મંત્રીનો અને શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવશે. મે મહિના સુધીમાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. 

Tags :