ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાશે
IMD Forecast, Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આગામી બે દિવસ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, મંગળવારે (13મી મે) રાજ્યના અનેક ભાગમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે 14મી મેના રોજ કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિથી પવન ફૂંકાવાની આગાહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં પાલતૂ શ્વાને 4 માસની બાળકીને બચકાં ભરી ફાડી ખાધી, સીસીટીવીમાં કેદ થયા દ્રશ્યો
15મી મેના રોજ અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના તમામ જિલ્લામાં શુષ્ક હવામાન રહેશે.