Get The App

અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ 1 - image

Luxury Pens Seized at Ahmedabad Airport: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 26મી એપ્રિલ 2026ના રોજ જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની 61 ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે. મુસાફરે આ કિંમતી પેન જાહેર કર્યા વગર કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યા વિના લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, પકડાયેલી પેનોની ચોક્કસ કિંમતનું મૂલ્યાંકન હજુ ચાલી રહ્યું છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ આ પેનોની કુલ કિંમત આશરે 30 લાખ રૂપિયા હોઈ શકે છે. આ મામલે કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ કાર્યવાહી હાથ ધરી મુસાફરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા જથ્થામાં વિશ્વની સૌથી મોંઘી અને લિમિટેડ એડિશન પેનનો સમાવેશ થાય છે.

જપ્ત કરાયેલી પેનોની વિશેષતા અને કિંમત

વિસ્કોન્ટી હોમો સેપિયન્સ લંડન ફોગ: આ પેન વિશ્વમાં માત્ર 888 પીસ જ બનેલી છે. જેની કિંમત 80 હજારથી એક લાખ રૂપિયાની આસપાસ છે. તે 23k પેલેડિયમ નિબ અને સ્ટર્લિંગ સિલ્વરથી બનેલી હોય છે.

અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ 2 - image

મોં બ્લા માસ્ટરસ્ટુક લે-ગ્રાન્ડ: 925 સ્ટર્લિંગ સિલ્વર બોડી પર 18K સોનાનો ઢોળ ચડાવેલી આ પેન કલેક્ટર્સ માટે દુર્લભ ગણાય છે. બજારમાં તેની કિંમત 1 લાખથી 2.50 લાખ રૂપિયા સુધીની છે.

અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ 3 - image

નાકાયા સાકુરા (લિમિટેડ એડિશન): એબોનાઇટમાંથી બનેલી આ પેન પર હાથથી 'માકી-એ' કળા દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. તેની કિંમત 80 હજારથી 2 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ 4 - image

પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન: વર્ષ 1927ની પીળા રંગ માટે પ્રખ્યાત પાર્કર ડ્યુઓફોલ્ડ મેન્ડરિન યલો પેન ઉચ્ચ ગુણવત્તાવાળા એક્રેલિક રેઝિન અને 18K સોનાની નિબથી બનેલી છે. આ આઇકોનિક પેનની કિંમત અંદાજે 50,000થી 90,000 રૂપિયાની વચ્ચે હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પેન કલેક્ટર્સ અને ઉચ્ચ કક્ષાના પ્રોફેશનલ્સ દ્વારા એક કિંમતી સંગ્રહ અને સ્ટેટસ સિમ્બોલ તરીકે કરવામાં આવે છે.

અમદાવાદ એરપોર્ટ પર મોંઘીદાટ બ્રાન્ડની પેનનો જથ્થો ઝડપાયો, એક પેનની સરેરાશ કિંમત રૂ. 2 લાખ 5 - image

સ્ટેટસ સિમ્બોલ અને કલેક્ટર્સ આઇટમ

આ પ્રકારની પેન સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને પેન કલેક્ટર્સ દ્વારા 'સ્ટેટસ સિમ્બોલ' તરીકે વાપરવામાં આવે છે. કસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં કિંમતી પેન લાવવા પાછળનો હેતુ શું હતો અને આ કોઈ મોટા સ્મગલિંગ નેટવર્કનો ભાગ છે કે કેમ.