Get The App

બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ 1 - image


Gujarat Govt Exam: ગુજરાતમાં સરકારી ભરતીને લઈને બે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવારે (30 જુલાઈ) લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય રાજ્યના જુદા-જુદા કેન્દ્રોના ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આ દરમિયાન બુધવારે (30 જુલાઈ) ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્ન પત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દીધી છે. આ પહેલાં 20 જૂને તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે

તમામ ઉમેદવારો ફાઇનલ આન્સર કીનો માસ્ટર સેટ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ની મુલાકાત લઈ શકે છે. 

ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ

વળી, ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાને લઈને પણ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા-જુદા કેન્દ્રો પર વાયરમેનની પરીક્ષાનું આયોજન 2/05/2025 થી 15/05/2025  કરાયું હતું. હવે તેનું પરિણામ આવી ગયું છે, જે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર ખાતાની વેબસાઇટ https://ceiced.gujarat.gov.in પર મૂકવામાં આવ્યું છે. 



આ પણ વાંચોઃ ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન

તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUS જઈ 1 ઓગસ્ટ સુધી ડાઉનલોડ કરી શકે છે. 


Tags :