Get The App

લવ જેહાદ ઃ સગીરાને 'સાહિલ દેસાઈ' બની વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
લવ જેહાદ ઃ સગીરાને 'સાહિલ દેસાઈ' બની વિધર્મી યુવાને પ્રેમજાળમાં ફસાવી 1 - image

ગાંધીનગરમાં શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી

ઓળખ છુપાવી ધર્મ પરિવર્તનના ષડયંત્રનો પર્દાફાશ ઃ હિન્દુ સંગઠનો લાલઘૂમપોલીસ સ્ટેશને ભારે હોબાળો,યુવાનની ધરપકડ કરાઈ

ગાંધીનગર :  ગાંધીનગરના હૃદય સમા વિસ્તારમાં લવ જેહાદની વધુ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. રાજ્યના ગૃહમંત્રી દ્વારા જાહેરમાં સલીમ ક્યારેય સુરેશ બનીને હિન્દુ દીકરીઓને છેતરી નહીં શકે તેવી ગર્જનાઓ વચ્ચે પાટનગરમાં જ એક ૨૧ વર્ષીય વિધર્મી યુવાને પોતાની અસલી ઓળખ છુપાવી સાહિલ દેસાઈ તરીકે હિન્દુ સગીરાને શિકાર બનાવી છે. ખોટા નામ અને નકલી અટકના સહારે પ્રેમજાળ બિછાવનારા આ જેહાદી તત્ત્વનો ભાંડો ફૂટતા જ સમગ્ર શહેરમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના એક સેક્ટરમાં રહેતી માસૂમ હિન્દુ સગીરાને આ વિધર્મી યુવાને પોતાની જાળમાં ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેણે સગીરા પાસે પોતાની ઓળખ  સાહિલ દેસાઈ  તરીકે આપી હતી, જેથી સગીરાને તેના વિધર્મી હોવાની શંકા ન જાય. જોકે પરિવારજનો એ સગીરાની શંકાસ્પદ હિલચાર પર નજર રાખતા આ લવજે હાથનો ભાંડો ફૂટયો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ વિવિધ હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને ઉમટી પડયા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં જય શ્રી રામના નારા અને જેહાદી માનસિકતા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે આ માત્ર પ્રેમનો વિષય નથી, પરંતુ હિન્દુ દીકરીઓને ટાર્ગેટ બનાવી તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર છે. હાલમાં પોલીસ સમક્ષ આ વિધર્મી યુવાન વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે.

 અલ્તાફ સોશિયલ મીડિયામાં પણ હિન્દુ નામ સાથે એકાઉન્ટ રાખતો

ગાંધીનગરના સેક્ટરમાં રહેતી એક સગીરાને પોતાના પ્રેમ થાળમાં ફસાવનાર વિધર્મી યુવાન ની ઉલટ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પોલીસે આ યુવાનને પકડી લીધો છે અને હાલ તેને હિન્દુ સંગઠનો તથા સમાજના અગ્રણીઓના રોશનો ભોગ ન બને તેવી રીતે અલગ રાખવામાં આવ્યો છે જોકે આ યુવાનની પ્રાથમિક તપાસ કરતા તેણે પોતાની ઓળખ છુપાવીને સાહિલ દેસાઈ નામ રાખ્યું હતું એટલું જ નહીં સોશિયલ મીડિયામાં પણ હિન્દુ નામથી આ યુવાન અન્ય યુવતીઓ સાથે ચેટ કરતો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જે અંગે પણ હવે ઊંડાણમાં તપાસ કરવામાં આવશે.

 જેહાદી તત્ત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા ઉગ્ર માંગ

અગાઉ દહેગામના એક ગામમાં પણ આવી જ રીતે હિન્દુ યુવતીને ફસાવવાનો કિસ્સો બન્યો હતો, જે મામલે અમદાવાદની કોર્ટ પરિસરમાં ભારે હોબાળો થયો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓ પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કરે છે. ગાંધીનગરની આ ઘટનામાં પણ જો પોલીસ ત્વરિત અને કડક એફઆઈઆર દાખલ કરીને દાખલો બેસાડતી કાર્યવાહી નહીં કરે, તો આગામી દિવસોમાં આક્રોશ વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.