For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા ભાજપે અપનાવ્યો નવો રસ્તો, સાધુ-સંતોને ઉતાર્યા મેદાને

Updated: May 6th, 2024

 ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા ભાજપે અપનાવ્યો નવો રસ્તો, સાધુ-સંતોને ઉતાર્યા મેદાને

Lok Sabha Elections 2024 | રૂપાલાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર ગુજરાત અને દેશભરના ક્ષત્રિયોનો રોષ ચરમસીમાએ છે. ક્ષત્રિયો હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેના લીધે ભાજપની ચિંતામાં ખુબ મોટો વધારો થયો છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ભાજપ સાધુ-સંતોને ચરણે પહોંચ્યો હોય તેમ સોરઠના સંતોએ વધુમાં વધુ મતદાન કરી આડકતરી રીતે ભાજપને મત આપવાની અપીલો શરૂ કરતા ભાજપની કેટલી મુશ્કેલી છે તેનો અંદાજ સામે આવી ગયો છે.

સામાન્ય રીતે સંતો ધર્મનું રક્ષણ, સનાતન ધર્મનો પ્રચાર, સેવા-પૂજા, સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્ય કરતા હોય છે. આવામાં, હવે કેટલાંક સંતોને પણ રાજકીય રંગ લાગ્યો હોય તેમ સોરઠના અનેક સંતોએ વીડિયો બનાવ્યા છે. તેમાં સંતો વધુમાં વધુ મતદાન કરી આડકતરી રીતે ભાજપને મત આપવા અપીલ કરતા જોવા મળે છે. 

દેશને વિશ્વગુરૂ બનાવવા માટે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રના ગૌરવને જાળવી રાખવા, રાષ્ટ્રને નુકસાનની ભીતિના કારણે સનાતન વિરોધી દેશ માટે હાનિકારક હોવાના, સનાતનને મજબૂત બનાવવા નિવેદનો કરીને રાષ્ટ્રના નિર્માણ માટે, સુવર્ણ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ કરી છે. અનેક સંતોએ જૂના રાગદ્વેષ ઉપરાંત કામ થયા કે ન થયા હોય એ તમામ બાબતોને ભૂલીને ભાજપને મત આપવાની મતદારોને ખુલ્લેઆમ અપીલ કરતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

હવે ધીમેધીમે ધર્મને પણ રાજકીય અખાડો બનાવવાની પેરવી ચાલી રહી હોય તેમ આવી ઘટનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મોટાભાગે સંતો કે ધર્માચાર્યો રાજકારણથી દૂર રહેતા હોય છે. કેમ કે, રાજકારણ કોઈપણ હદ સુધી જતું હોવાથી તેની ખરાબ અસરનો ભોગ બનવાનો વારો આવે તેવી શક્યતાઓ હોય છે. 

રાજકારણમાં અનેક નેતાઓ ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. આવી સ્થિતિના કારણે સારા લોકો કે ધર્મ સાથે જોડાયેલા લોકો સીધી રીતના પોતાના મનમાં રહેલી રાજકીય પક્ષ પ્રત્યેની ભાવના વ્યક્ત કરતા નથી. ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. 

Article Content Image

Gujarat