For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'બેન-દીકરીની ઈજ્જત ઉછાળી, નાક કાપનારનું નાક સલામત નહીં રહે..' ક્ષત્રિય આગેવાનનો હુંકાર

Updated: Apr 29th, 2024

'બેન-દીકરીની ઈજ્જત ઉછાળી, નાક કાપનારનું નાક સલામત નહીં રહે..' ક્ષત્રિય આગેવાનનો હુંકાર

Lok Sabha Elections 2024 | સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજીત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં સંબોધન કરતાં રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમે તમને જીતવા દેવાના નથી, અમારી બેન દીકરીની ઈજ્જત ઉછાળી છે, તમે સમજી લેજો અમે નાક કાપવાવાળાનું નાક સલામત રહેવા દેવાના નથી. તમામ ક્ષત્રિયો સવારે સાત વાગ્યેથી મતદાન મથક ઉપર લાઈન લગાવી ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા હાંકલ કરી હતી.

બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરના પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના ભરૂચથી વાપી સુધીના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કેસરી સાફામાં સજ્જ ભાઈઓ અને કેસરી સાડી પહેરીને આવેલી મહિલાઓથી આખું મેદાન કેસરિયા રંગે રંગાઈ ગયું હતુ. 

સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સરદારની કર્મભૂમિ બારડોલીને વંદન કરતા જણાવ્યું કે, આ આંદોલનનો નેતા સનાતન ધર્મનો કેસરિયો ધ્વજ છે. તેમણે ભાજપના નેતાઓના નામ લીધા વગર કહ્યું કે તમે સાંભળી લેજો અમે તમને જીતવા દેવાના નથી. રાજકોટના એક નેતાની રેલીમાં કાગડા ઉડતા આવતા તો ગરમીનું કારણ આપવામાં આવ્યું, તો શું બારડોલીમાં ગરમી નહીં હોય અહીં ૪૦ ડિગ્રી તાપમાનમાં ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો છે એટલે રાજકારણનું તાપમાન ૮૦ ડિગ્રી પર પહોંચી ગયું છે. 

તેમણે રૂપાલાને પસાભાઈ તરીકે સંબોધ્યા અને આભાર માન્યો કે, પસાભાઈના નિવેદનના કારણે આજે  અમારો સમાજ એક થઈ શક્યો છે. તમે અમારી પાઘડી ઉછાળી છે, અમારી બેન દીકરીની ઈજ્જત ઉછાળી છે, અમે નાક કાપવાવાળાનું નામ હવે સલામત રહેવા દેવાના નથી. ક્ષત્રિય રાજપૂત સમાજને અપીલ કરતાં જણાવ્યું કે અત્યારે તલવાર, ભાલા કે બરછી કાઢવાનો સમય નથી પરંતુ મત એજ એક શસ્ત્ર છે. તેનો જ ઉપયોગ કરીને લડાઈ લડવાની છે. 

ક્ષત્રિય રાજપૂતોના આંદોલનને કારણે ૨૫ માંથી ૧૦ બેઠક ભાજપે ગુમાવી પડશે એવો વિશ્વાસ વ્યક્ત કરી ક્ષત્રિયોને સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન મથક પર જઈ મતદાન કરવા હાંકલ કરી હતી. પુરૂષોત્તમ રૂપાલા હારશે. રાજકોટમાં ક્ષત્રિય બુથ કમિટીની રચના કરવામાં આવી છે અને ક્ષત્રિય કાર્યાલયો પણ ખોલીને ભાજપ મતદાન મથક ઉપર જે બટન દબાવવાની પ્રવૃત્તિ કરે છે તે ચાલઅમને ખબર છે. તેના પર ચાંપતી નજર રાખીશું. સમાજએ માં છે અને પક્ષ એ માસી છે. માસી માટે માં ને લાત ન મારતા. 

સરદાર વલ્લભભાઈને સલામ કરીને સંબોધન કરતા મહિલા પાંખના તૃપ્તિબા રાઓલે જણાવ્યું કે લોકશાહીની અધઃપતન માટેની આ લડાઈ છે. આ જ્ઞાતિવાદની લડાઈ નથી, પરંતુ જ્ઞાતિ ગૌરવની વાત છે. ઉજળા ઈતિહાસને જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત છે. ભલે તમારી પાસે લડવાની તાકાત ન્હોય પરંતુ મત એતમારી સૌથી મોટી તાકાત છે. એક નેતા દ્વારા ધમકી આપવામાં આવી કે, ખપી જશો. ત્યારે જાહેર મંચ પરથી જણાવું છુંકે, હુંખપી જગઈ છું. મતદાન કરવા સમય તમારી દીકરીનું મોઢું જોઈને મતદાન કરશો. 

ક્ષત્રિયોની એકતાના કારણે ભાજપે 10x15 ના રૂમમાં મીટિંગ કરવાનો વારો આવ્યો 

મહાસંમેલનમાં ઉપસ્થિત દશરથબા પરમારે જણાવ્યું કે, તેઓએ ૨૬ વીઘા ખેતરમાં કમળનું વાવેતર કર્યું હતુ પરંતુ ખેતરની ફરતે વિવેકની વાળ કરી ન હતી એટલે કમળના ફૂલનું નિકંદન નીકળી ગયું છે. તલવાર એ હથિયાર નથી પરંતુ મતબેંક આપણી હથિયાર છે. તલવાર મ્યાન કરી દેવાની છે અને મતથી લડવાનું છે. ક્ષત્રિયોની એકતાના કારણે ભાજપે ૧૦×૧૫ ના રૂમમાં મીટીંગ કરવાના વારો આવ્યો છે. ક્ષત્રિય આગેવાન રમજુભાઈ જાડેજાએ પણ મત એ જ શસ્ત્ર છે અને તેનો ઉપયોગ કરીને ભારતની લોકશાહી બચાવવાની અપીલ કરી હતી. 

Article Content Image

Gujarat