સાહિત્યિક કાર્યક્રમ આયોજીત કરાશે, મા.જે.પુસ્તકાલયનું ૧૫.૮૩ કરોડનું અંદાજપત્ર મંજુર કરાયુ

પર્યાવરણ ઉપરાંત હેરીટેજ તેમજ સ્માર્ટ લાયબ્રેરી જેવા વિષય આવરી લેવાયા

Updated: Jan 25th, 2023

       

 અમદાવાદ,બુધવાર,25 જાન્યુ,2023

મા.જે.પુસ્તકાલયની મળેલી બોર્ડ બેઠકમાં વર્ષ-૨૦૨૩-૨૪ માટે ગ્રંથપાલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ૮૦ લાખના સુધારા સાથે રુપિયા ૧૫.૮૩ કરોડના અંદાજપત્રને મંજુરી આપવામા આવી છે.નવા વર્ષના બજેટમાં સાહિત્યિક કાર્યક્રમ આયોજીત કરવાની સાથે પર્યાવરણ ઉપરાંત હેરીટેજ તેમજ સ્માર્ટ લાયબ્રેરી જેવા વિષય આવરી લેવામાં આવ્યા છે.

મા.જે.પુસ્તકાલય ઉપરાંત સંલગ્ન શાખા પુસ્તકાલયોમાં બે હજારથી વધુ વાંચક રોજ લાભ લઈ રહયા છે.મેયરે બજેટ સંદર્ભમાં કહયુ, મા.જે.પુસ્તકાલય અને શાખા પુસ્તકાલયમાં ઉપલબ્ધ તમામ પુસ્તકો અને સભાસદોનો ડેટા આરએફઆઈડી સિસ્ટમથી સજજ કરવા રુપિયા ૩૦ લાખની રકમનો ખર્ચ કરવામા આવશે.વૈશ્વિક હેરીટેજ શહેર એવા અમદાવાદના કોટ વિસ્તારમા આવેલી પોળોમાં આવેલા હેરીટેજ સ્મારકોથી નાગરિકો પરિચિત થાય તે માટે હેરીટેજ સ્થળે કાર્યક્રમો આયોજીત કરાશે.પુસ્તકાલયમાં સાહિત્ય ગોષ્ઠિનું આયોજન કરાશે.પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ વિષય ઉપર પરિસંવાદ યોજાશે.મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્માર્ટ લાયબ્રેરીથી પરિચિત કરવામા આવશે.સાયબર સિકયુરીટી અવેરનેસ વિષય ઉપર સેમિનાર યોજાશે.

    Sports

    RECENT NEWS