Get The App

ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો 1 - image

- એક શખ્સ સામે પોલીસ ફરિયાદ

- એલસીબીએ દારૂની 935 બોટલ, બોલેરો મળી 6 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં એલસીબીએ બિનવારસી બોલેરોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો છે. પોલીસે દારૂની ૯૩૫ બોટલ, બોલેરો મળી છ લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન માજી સૈનિક સોસાયટી ખાતે ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ બોલેરો કાર બિનવારસી હાલતમાં હોવાની બાતમીના આધારે એલીસીબી ટીમે સ્થળ પર જઈ બિનવારસી કારની તલાશી લેતા કારની પાછળના ભાગે ભૂસાના કોથળાની નીચેથી દારૂની નાની મોટી કુલ ૯૩૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ(કિં.રૂ.૩.૦૨ લાખ) તથા બોલેરો કાર (કિં.રૂ.૦૩ લાખ) સહિત કુલ રૂ.૬.૦૨ લાખનો મુદામાલ કબજે કરી કાર માલિક અથવા ચાલક વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.