Get The App

જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ 1 - image


Junagadh Lion: જૂનાગઢના બીલખા રોડ પર ફરી એકવાર સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ રોડ પર સિંહોનું નીકળવું હવે રોજિંદી ઘટના બની ગઈ છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રોડ પર રાહદારીઓ વચ્ચે સિંહ

તાજેતરમાં, બીલખા રોડ પરથી પસાર થઈ રહેલા એક સિંહનો વીડિયો સામે આવ્યો છે. આ સિંહ રોડ પર આવી ચડ્યો હતો અને રાહદારીઓના વાહનોની વચ્ચે થોડા સમય માટે થંભી ગયો હતો. સિંહને રસ્તો ક્રોસ કરવો હતો પરંતુ વાહનોની અવરજવરને કારણે તે અટકી ગયો. આ ઘટના બાદ તાત્કાલિક વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ તરફ મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમરેલીમાં વરસાદની અછત અને અનિયમિત વીજળીથી ખેડૂતો મુશ્કેલીમાં, વીજ કચેરી પર ખેડૂતોનો વિરોધ

ગંભીર અકસ્માતનો ભય

આ વિસ્તાર ગિરનાર જંગલના કિનારે આવેલો હોવાથી સિંહોનું રોડ પર આવવું સામાન્ય છે, પરંતુ વધતાં ટ્રાફિક અને માનવ વસ્તીને કારણે ગંભીર અકસ્માતનો ભય વધી ગયો છે. સ્થાનિકોને ડર છે કે જો વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ સિંહ અકસ્માતનો ભોગ બનશે અથવા કોઈ રાહદારી પર હુમલો થવાની ઘટના બની શકે છે.

આ પણ વાંચોઃ ખોટનો ધંધો! ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં 818 કરોડનું નુકસાન, જેમાં સૌથી વધુ રાજકોટને

વન વિભાગ માટે પેટ્રોલિંગ જરૂરી

આવી ઘટનાઓ રોકવા માટે બીલખા રોડ પર વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવું અત્યંત જરૂરી બન્યું છે. વન્યજીવો અને માનવ જીવન બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ.


Tags :