ખોટનો ધંધો! ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં 818 કરોડનું નુકસાન, જેમાં સૌથી વધુ રાજકોટને
Image: IANS |
Gujarat Airport Loss: ગુજરાતના કેટલાક એરપોર્ટ સરકાર માટે ‘સફેદ હાથી સમાન પુરવાર થઇ રહ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા સંચાલિત ગુજરાતના 8 એરપોર્ટની ખોટ છેલ્લા 10 વર્ષમાં 817.51 કરોડ નોંધાઈ છે.
રાજકોટ એરપોર્ટને સૌથી વધુ 400 કરોડની ખોટ
ગુજરાતમાં આવેલા કેટલાક એરપોર્ટને નાણાંકીય વર્ષ 2015-16થી 2024-25 એમ 10 વર્ષ દરમિયાન કુલ કેટલી ખોટનો સામનો કરવો પડ્યો તેનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર, આ સમયગાળામાં રાજકોટ એરપોર્ટને સૌથી વઘુ રૂપિયા 418.67 કરોડ, ભાવનગર એરપોર્ટને રૂપિયા 122.08 કરોડની ખોટનો સામનો કરવો પડ્યો છે. રાજકોટમાં હિરાસર એરપોર્ટ શરૂ થયા બાદ એર ટ્રાફિક વધતાં હવે ખોટનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે.
આ પણ વાંચોઃ આ કેવું વાઈબ્રન્ટ ગુજરાત? 1 કરોડ ગરીબો મનરેગા હેઠળ મજૂરી કરવા મજબૂર!
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એરપોર્ટની આ યાદીમાં વડોદરા અને સુરતનો સમાવેશ નથી કરાયો. અમદાવાદ એરપોર્ટનું ચાર વર્ષ અગાઉ ખાનગીકરણ થઈ ગયું હતું. આ ઉપરાંત દેશમાં હાલ 22 એરપોર્ટ કાર્યરત નહીં હોવાનું સામે આવ્યું છે અને આ યાદીમાં ગુજરાતમાંથી ડીસા પણ સામેલ છે.
આ પણ વાંચોઃ સમૃદ્ધ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે 56,000નું દેવું, ડબલ આવકના સરકારી વાયદા ખોટા ઠર્યા
ગુજરાતના એરપોર્ટને છેલ્લા 10 વર્ષમાં થયેલી કુલ ખોટ