જામનગરના લાલપુરમાં આકાશી વીજળી પડતાં બે યુવાનના મોત, પરિવાર પર આભ ફાટ્યું
Jamnagar: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધુણિયા ગામે ગઈકાલે આકાશી વીજળી પડવાના કારણે બે પરપ્રાંતિય શ્રમિક યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતાં, જ્યારે અન્ય બે યુવાનો પણ આકાશી વીજળીમાં ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે જ્યાં બંનેની હાલત સુધારા ઉપર છે.
આ પણ વાંચો: વડોદરા કોર્પોરેશન સ્મશાનોનું સંચાલન આઉટસોર્સિંગ મારફતે કરાવશે
વીજળી પડવાથી 4 ઘેટાઓનું પણ મોત
આ બનાવ દરમિયાન હરીપર ગામના ભરવાડ ગોકળભાઈ ટપુભાઈ ટોયેટા તેમના ઘેટા લઈને નીકળ્યા હતા, ત્યારે તેમના ઘેટા પર વરસાદી વીજળી પડવાના કારણે 4 ઘેટાઓનું મોત થયું હોવાનું કહ્યું હતું.
બંને શ્રમિકોના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યા
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ધૂણીયા ગામમાં ગઈકાલે બપોરે વરસાદી વીજળી પડવાના કારણે મધ્યપ્રદેશના રહેવાસી કરણ ધ્યાનસીંગ ડાવર (ઉંમર વર્ષ 30) તેમજ ભૂરસિંગ બાટલીયા વાસ્કેલ આદિવાસી ભીલ (ઉંમર વર્ષ 35) કે જે બંને શ્રમિકોના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
જે બાદ લાલપુર પોલીસને જાણ કરતાં પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, ત્યારબાદ મૃતકના અન્ય કુટુંબીઓ વગેરે દ્વારા બન્ને મૃતકોને અંતિમવિધિ કરવા માટે તેઓના વતન મધ્ય પ્રદેશ લઈ જવામાં આવ્યા છે. ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.