જામનગર પાલિકા દ્વારા 107 દુકાનોની જાહેર હરરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ : 100 થી વધુ નાગરિકો હાજર રહ્યા
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ચાર વિસ્તારમાં ખાલી રહેલી દુકાનોનું આજે મ્યુનિ. ટાઉનહોલમાં જાહેર હરાજી કરીને વેચાણ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બહેનો સહિત 100થી વધુ રસધારનારા નાગરિકો હાજર રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગ્રહ યોજના અંતર્ગત નિર્માણ કરેલ આવાસ યોજનામાં આવેલી દુકાનો પૈકી બેડેશ્વર ઓવરબ્રિજ પાસેની 23 દુકાનો , ગોલ્ડન સીટી વિસ્તારમાં આવેલી 71 દુકાનો, એમ.પી.શાહ ઉદ્યોગ નગર પાછળની 10 દુકાનો અને મયુર નગર વિસ્તારની ત્રણ દુકાનો મળી કુલ 107 દુકાનોનું હરાજીથી વેચાણ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની તથા અન્ય અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.