Gujarat

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, પરંતુ મહિલા ઘરમાં હાજર ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર

 Jamnagar Liqour Raid : જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, પરંતુ મહિલા ઘરમાં હાજર ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી છે.

જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી સંગીતાબેન જગદીશભાઈ ગોહિલ નામની એક મહિલાના મકાન પર દારૂ અંગે એલસીબીની ટીમે દરોડો પાડી ઘરમાંથી નાની-મોટી 43 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પકડી કબજે કર્યો છે.

 આ દરોડા સમયે સંગીતાબેન ગોહિલ ઘરમાં હાજર ન હોવાથી તેણીને ફરાર જાહેર કરી અને શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.