Gujarat

અમદાવાદના હાથીજણના પાર્કિંગ બાબતે બબાલ, દ્રશ્ય ગોસ્વામી સહિત છ શખસોની ધરપકડ

By GS TEAM
15 Feb 20261 min read
TukuTouch Logo
અમદાવાદના શહેરમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ બેફામ બની રહીશો પર હુમલો કરતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના હાથીજણના પાર્કિંગ બાબતે બબાલ, દ્રશ્ય ગોસ્વામી સહિત છ શખસોની ધરપકડ

Ahmedabad Crime News: અમદાવાદના શહેરમાં લુખ્ખા તત્ત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં અસામાજિક તત્ત્વોએ બેફામ બની રહીશો પર હુમલો કરતા ભયનો માહોલ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે છે.

પોલીસે છ શખસોની ધરપકડ કરી

મળતી માહિતી અનુસાર, હાથીજણ વિસ્તારમાં આવેલા ધર્મ વાટીકા ફ્લેટમાં 14મી ફેબ્રુઆરીના રોજ કાર પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી જૂની અદાવત રાખીને દ્રશ્ય ગોસ્વામી અને અન્ય છ અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો. નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં આવેલા આ શખસોએ ફરિયાદીને માર મારીને, જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. 


આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા

આ મામલે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી દ્રશ્ય ગોસ્વામી સહિત પ્રથમકુમાર ઉપાધ્યાય, કુંજ પટેલ, આયુષ શાહ, પિયુષ રાજપૂત અને દૈવ ડાભી નામના છ આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.