Gujarat

મોડીરાતે પાણીગેટ દરવાજા પાસે જાહેરમાં મારામારી કરી હંગામો

By GS TEAM
10 Nov 20251 min read
મોડીરાતે પાણીગેટ દરવાજા પાસે જાહેરમાં મારામારી કરી હંગામો

 વડોદરા,પાણીગેટ દરવાજા પાસે મોડીરાતે જાહેરમાં મારામારી કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ભાગી ગયેલા અન્ય ત્રણની શોધખોળ હાથ ધરી છે.

પાણીગેટ  પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાતે પેટ્રોલિંગમાં હતો. રાતે પોણા બે વાગ્યે સ્ટાફ પાણીગેટ જૂના  પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતો હતો. તે દરમિયાન જૂના પાણીગેટ  પોલીસ સ્ટેશનથી પાણીગેટ દરવાજા તરફ જવાના રોડ પર રજવાડી ચા ની દુકાન સામે ટોળું ભેગું થયું હતું. જ્યાં કેટલાક લોકો અંદરો અંદર ઝઘડો કરી બૂમો  પાડતા હતા. જેથી,પેટ્રોલિંગના સ્ટાફે કોલ કરીને વધુ પોલીસ ફોર્સ બોલાવ્યો હતો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવતા મારામારી કરતા લોકો ભાગ્યા હતા. પોલીસે સાહિલ મલેક તથા સમીર દિવાનને ઝડપી પાડયા હતા. તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા મારામારી કરતા અન્ય લોકોમાં મલેક આફતાબ, વિવેક રાણા તથા ઉમેશ સામેલ હતા. આ મારામારીમાં  સાહિલને ઇજા થઇ હતી. પાણીગેટ  પોલીસે બખેડાનો ગુનો દાખલ કરી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.