ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલમાં ધકેલાયા, મંદિરમાં આરતી ન કરવા બાબતે આપી હતી ધમકી
P T Jadeja Arrested: ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઓળખાતા પી.ટી જાડેજાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પાસા (ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ ધરપકડ કરી તેમને સાબરમતી જેલ મોકલવામાં આવ્યા છે. અમરનાથ મંદિરમાં આરતી ન કરવા મુદ્દે પી.ટી જાડેજાએ ધમકી આપી હતી. જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.
શું હતી ઘટના?
ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ થોડા સમય પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા બાબતે ધમકી આપી હતી. જે મુદ્દે રાજકોટ તાલુકા પોલીસે પાસા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શુક્રવારે (4 જુલાઈ) પી.ટી જાડેજાની ધરપકડ કરી સાબરમતી જેલ ખાતે લઈ જવામાં આવ્યા છે. જોકે, ધરપકડ બાદ અનેક ક્ષત્રિય આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને જાડેજાની ધરપકડનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર, 3 બાળકોના મોતથી તંત્રમાં દોડધામ
ક્ષત્રિય સમાજનો વિરોધ
પી.ટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય આગેવાન જયેન્દ્રસિંહ જાડેજાએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'સરકારે ઉતાવળિયું અને ખોટું પગલું ભર્યું છે. તેમની વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવી તે ખરેખર ખૂબ ખોટું અને દુઃખદ છે. સરકાર સામે ક્ષત્રિયોને જે વાંધો હતો તે બધું હવે ઠંડુ થઈ ગયું છે. હવે ક્ષત્રિય સમાજને સરકાર સામે કોઈ વાંધો નથી તેમ છતાં જો સરકાર આવા પગલાં લેશે તો ક્ષત્રિય અને રાજપૂત સમાજ સામે સરકારને કાયમી વાંધો થશે. આ સિવાય સરકારને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.'
આ પણ વાંચોઃ ખેડા બસ સ્ટેન્ડ પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં વિકરાળ આગથી દોડધામ
શું છે PASA એક્ટ?
PASA એક્ટ ગુજરાત રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ, 1985 તરીકે ઓળખાય છે. આ એક્ટ હેઠળ પોલીસ અને જિલ્લા કલેક્ટરને એવા અધિકાર આપવામાં આવ્યા છે કે તેઓ અસામાજિક તત્ત્વો (જેમ કે ગુનેગારો, ગુંડા, દારૂના ધંધાકીયો, હથિયાર વાળાઓ, દલાલો, વગેરે) સામે કડક પગલાં લઈ શકે.