જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે વિરોધ, સમાજ દ્વારા પરિવારનો બહિષ્કાર

Kinjal Dave Intercaste Engagement Controversy: એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ બીજી બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે.
કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કર્યો
આવી જ ઘટના જાણીતી ગાયિકા કિંજલ દવેની આંતરજ્ઞાતિય સગાઈ મુદ્દે બની છે. કિંજલ દવેએે આજના આઘુનિકો વિચારો-માનસિકતાને અનુરૂપ અન્ય આંતરજ્ઞાતિય યુવક સાથે લગ્ન કરવા માટે નિર્ણય કર્યો અને સગાઈ કરી. જ્યારે બીજી બાજુ ઔદિચ્ય બ્રહ્મ સમાજે બેઠક કરીને કિંજલ દવેના પરિવારનો આ મુદ્દે બહિષ્કાર કર્યો.
ગુજરાતમાં જાણીતી બનેલી ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક બિઝનેસમેન સાથે સગાઈ કરી છે.આ બિઝનેસમેન બ્રહ્મ સમાજથી ન હોઈ અને આંતરજ્ઞાતિય છે તેવી ફરિયાદ સાથે ઔદિચ્ય બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે આજે સમાજની બેઠક મળી હતી અને જેમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો. આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે નારાજગી રજૂ કરીને કિંજલ દવેના પિતા અને પરિવારને બ્રહ્મ સમાજમાંથી આજીવન બહાર કરવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: સમૃદ્ધ ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે, સરકારી દાવાઓનો ફિયાસ્કો
ઉપરાંત સમાજના લગ્નો કે અન્ય પ્રસંગોમાં ન આવકારવા તેમજ જેઓ આવકારે તેની સામે પણ પગલા લેવાનો નિર્ણય લેવાયો છે. આમ આજના યુવાનોના આઘુનિક વિચારો સામે સામાજિક-જ્ઞાતિગત રિવાજોનો વિરોધાભાસ જોવા મળ્યો છે. આમ તો લગ્ન એ કોઈ પણ વ્યક્તિની આંતરિક બાબત હોય છે. પરંતુ સમાજ પોતાના ધારા ધોરણો અને રીતરિવાજ મુજબ ચાલે તેમાં કાંઈ જ ખોટું નથી. વડીલો દ્વારા પ્રસ્થાપિત કરાયેલા નિતિ નિયમો અને સંસ્કારની વિરાસતને સાચવી રાખી તે યોગ્ય જ છે. ભણેલા યુવક યુવતીને પોતાનું જીવન પોતાની રીતે જીવવાનો પણ હક છે.

