Get The App

ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા 3 શ્રમિકો કચડાયા, બેના દુઃખદ મોત 1 - image

Kheda Accident: ખેડાના કપડવંજમાં અકસ્માતમાં બે શ્રમિકોના મોત નિપજ્યા છે. શ્રમિકો ફૂટપાથ પર સૂતા હતા ત્યારે એક ડમ્પર દ્વારા તેને ટક્કર બાદ જેસીબી ત્રણ શ્રમિકો પર ફરી વળ્યું હતું. અકસ્માત બાદ બંને શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેની હાલ સારવાર ચાલી રહી છે. બંને વાહનોના ડ્રાઇવર હાલ ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ પંચમહાલમાં રોડ કિનારે બિનવારસી હાલતમાં સરકારી મીઠાંનો જથ્થો મળ્યો, તંત્ર સામે ગંભીર સવાલ ઊઠ્યાં

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, ખેડાના કપડવંજમાં અમૂલ ચીલિંગ સેન્ટર પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યાં ફૂટપાથ પર ત્રણ જેટલા શ્રમિકો સૂતા હતા. આ દરમિયાન એક જેસીબી ત્યાં ઊભું હતું. એકાએક પાછળથી એક ડમ્પર આવ્યું અને જેસીબીને ટક્કર મારી, જેના કારણે જેસીબી ફૂટપાથ પર ફરી વળ્યું હતું. જેસીબીના કારણે ફૂટપાથ પર સૂતેલા ત્રણેય શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલ સારવાર ચાલી રહી છે.

પોલીસે હાથ ધરી તપાસ

અકસ્માત બાદ ડમ્પર અને જેસીબી વાહનના ડ્રાઇવરો પોતાના વાહનો ત્યાં જો છોડીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે. હાલ, પોલીસ વાહનોના નંબરના આધારે વાહન ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચોઃ વડોદરાના ગાજરાવાડીમાં મૃત જાનવરોના નિકાલ માટેના સ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ

પોલીસ હાલ આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, તેમજ આસપાસના લોકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધી આ વિશે વધુ તપાસ કરવામાં આવશે. અન્ય જે એક શ્રમિક સારવાર હેઠળ છે, તેની તબિયત સુધરતા તેનું પણ નિવેદન નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે,.