Get The App

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી 1 - image

- 31 માર્ચ પહેલા બાકી વેરો નહીં ભરનાર સામે કાર્યવાહી કરાશે 

- અન્ય મિલકત ધારકો પાસેથી 5.21 લાખનો બાકી વેરો સ્થળ પરથી વસૂલાયો, ઝુંબેશ હજુ પણ યથાવત્ રખાશે 

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો ભરપાઇ નહીં કરતા વધુ ૧૯ દુકાનો સીલ કરવામાં આવી છે. અન્ય મિલત ધારકો પાસેથી ૫.૨૧ લાખથી વધુનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાની ટેક્સ વિભાગની રિકવરી ટીમે ગણેશ ચોકડી પાસે આવેલા નીલકંઠ સ્કવેરની ૧૪ દુકાનો અને જૂના બસ સ્ટેન્ડ પાસે આવલા યા દાદા કોમ્પલેક્સમાં ૫ દુકાનોના રૂ. ૧.૬૭ લાખનો બાકી વેરો ભરપાઇ ન થવાના કારણે સીલ કરવામાં આવી છે. જયારે અન્ય મિલકતો ધારકો પાસેથી ૫.૨૧ લાખનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે. 

જે મિલકત ધારકો ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા બાકી વેરો જમા નહીં કરાવે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  

આજે રવિવારે પણ બાકી વેરો કચેરીઓમાં ભરી શકાશે 

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલી મનપાની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજાના દિવસે પણ ખુલ્લી રાખીને બાકી વેરો ભરપાઇ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી,જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નજરજનો તા. ૩૧ માર્ચે ૨૦૨૬નો રોજ નાણાકીય વર્ષ પૂરૂ થતું હોવાથી બાકી વેરો ભરી શકે ત માટે રવિવાર સહિત રજાના દિવસે પણ કચેરી ખુલ્લી રહેશે. આજે રવિવારના રોજ મહાનગરપાલિકા વિસ્તારની તમામ વેરા વિભાગની શાખા સવારે ૧૧થી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.